Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાવળનાં ઝાડો કાપવા અંગેનાં વિવાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા સરપંચપતિ વિરુદ્ધ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી

  • June 09, 2022 

ચીખલીનાં અંબાચ ગામે ગ્રામ પંચાયત હસ્તકની મિલકતમાંથી બાવળના ઝાડો કાપવા અંગે સર્જાયેલા વિવાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા સરપંચપતિ વિરુદ્ધ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે, અંબાચ ગામના સુરેશ હરજીભાઈ પટેલે પોલીસ મથકે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમના સગાભાઈ સંજયભાઈની પત્ની નયનાબેન ગામના સરપંચ છે પરંતુ મોટેભાગે સરપંચની ખુરશી ઉપર સરપંચપતિ બેસીને તલાટી તથા બીજા કર્મચારીઓ ઉપર આદેશો કરી મનસ્વી રીતે નિર્ણય લેતા આવ્યાં છે.



થોડા સમય પહેલા વોર્ડ નંબર-3નાં વિસ્તારમાંથી ગ્રામ પંચાયત હસ્તકની મિલકતમાંથી પોતાની રીતે મનસ્વીપણે બાવળના ઝાડ કાપવાનો આદેશ કરી કાપવાનું શરૂ પણ કરી દેતા ગામમાં વિરોધ થયો હતો. જેથી અડધા ઝાડો કપાયા બાદ પરવાનગી માટે તજવીજ કરી અને ફક્ત એક જ દિવસના અંતરે જાહેર નોટીસ બોર્ડ ઉપર લગાવી ગત તા.7મી જૂન 2022નાં રોજ મનસ્વી રીતે હરાજી રાખેલી ત્યારે હરાજી શરૂ કરતા પહેલા વોર્ડ નંબર-3નાં સભ્ય ભાસ્કરભાઈ પટેલે સરપંચ નયનાબેનને તમે જે ઝાડો કાપેલા તેની લેખિત જાણ વોર્ડ સભ્યોને કરી નથી.



તે વખતે સરપંચ કંઈપણ બોલે તે પહેલા સરપંચપતિએ જણાવેલું કે, હું સરપંચ છું, હું મારું ધારેલું જ કરીશ. તમારાથી થાય તે કરી લેજો. આમ હરાજીનો સમયે ઉગ્ર વિવાદ સર્જાતા રજૂઆત કર્તાનો કોલર પકડી લઈ તેમની સાથેના માણસો મારફત મારવાની કોશિશ કરી હતી અને પોતાની સાથે અસામાજીક તત્વોને સાથે રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેથી તેમની જાનનું જોખમ છે. તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અંબાચ ગ્રામ પંચાયત કચેરીમાં બાવળની હરાજી દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો અને જેનાથી વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application