નવસારીનાં ગુજરાત ગેસ કંપનીમાં ફરજ બજાવી તેમના ઘરે જતા અંબાડા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાથી સરવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. બનાવની વિગત એવી છે કે, ડોલવણનાં કલકવા ગામે રહેતા યુવાન ચેતન નવિનભાઈ પટેલ નવસારીના ગુજરાત ગેસ કંપનીમા કામ કરતો હતો અને જેઓ મંગળવારનાં રોજ ફરજ બજાવી પોતાની બાઇક નંબર GJ/26/AC/0369 લઈ ઘરે પરત જતો હતો.
તે સમયે રાત્રિના સમયે અંબાડા ગામ મસ્જીદ પાસે મહુવા તરફ જતા જાહેર રોડ પર તેમની બાઇક એકાએક સ્લીપ થઇ જતા તેઓ રોડ પર ફંગોળાયા હતા. જેને પગલે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે આજુબાજુનાં લોકોએ તેમને પ્રથમ સારવાર માટે ખાનગી વાહનમાં અંબાડા સીએચસી ખસેડ્યાં હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે 108ની મદદથી નવસારી યશફીન હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકનાં પરિવારજનોએ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application