ખેરગામ બજારમાં વાંસદા ચીખલીનાં ધારાસભ્ય અનંત પટેલ ગત 8મી સપ્ટેમ્બરનાં રોજ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેના પ્રત્યાઘાત સ્વરૂપ આદિવાસી સમાજનાં લોકોને ધારાસભ્યનાં સમર્થકો મોટી સંખ્યામાં ખેરગામનાં દશેરા ટેકરી વિસ્તારમાં ભેગા થયા હતા અને આરોપીને પકડવાની માંગ ઉગ્ર બની હતી. જોકે આવેશમાં આવેલા ટોળાએ ફાયર બ્રિગેડ સહિત પોલીસનાં વાહન અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું.
જે મામલે ખેરગામ પોલીસ મથકમાં ધારાસભ્ય અનંત પટેલ અને ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખેરગામમાં ધારાસભ્ય આનંત પટેલે હુમલાખોરો વિરુદ્ધ ખેરગામમાં પોલીસ ફરિયાદ આપી છે ત્યારે જેની સંપત્તિને નુકસાન પહોચાડવામાં આવ્યું તેમણે પણ ફરિયાદી બનીને ધારાસભ્ય સહિત ટોળા વિરુદ્ધ ફરિયાદ આપી છે બે દિવસ અગાઉ વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ હોસ્પિટલમાંથી રજા મેળવી હાલ ઘરે આરામમાં છે ત્યારે તેમના વિરુદ્ધ પણ ફરિયાદ થતાં હવે ખેરગામમાં સામસામે ફરિયાદ નોંધાઇ છે.
ખેરગામમાં અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ ટોળાએ હાર્ડવેરની દુકાન સળગાવી હોવાના આક્ષેપો પણ થયા છે તો સાથે જ ફાયર બ્રિગેડની નવી નકોર ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તો પોલીસના વાહનો પણ ને નુકસાન પહોંચાડવા મામલે ફરિયાદ કરવામાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ હુમલામાં સામેલ આરોપી ભીખુ આહીર સહિત અન્ય ઈસમો હજી પોલીસ પકડથી દૂર છે ત્યારે ધારાસભ્ય અનંત પટેલ સામે દાખલ થયેલી ફરિયાદ પ્રકરણમાં આગળ શુ થશે તે જોવું રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500