નવસારીનાં કબીલપોર વિસ્તારમાં આવેલી બરોડા બેંકમાં બેંક મિત્ર દ્વારા લોકોના નાણાં બેકમાં જમા કરવાને બદલે બેંકનો સિક્કો મારી સ્લીપ લઈને બેંકના કેશિયર પાસે નાણાં જમા નહીં કરાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં કબીલપોરના ઘણા અશિક્ષિત લોકોના નાણાં આ બેંક મિત્રએ પોતાના અંગત વપરાશ માટે વાપરી કાઢ્યાં હતા. હવે ધીરે ધીરે લોકો બરોડા બેંકમાં આવીને રકમ જમા થઈ નહીં હોય તેવા લોકો ફરિયાદ આપી રહ્યાં છે. બનાવની વિગત એવિએ છે કે, કબીલપોરમાં આવેલી બરોડા બેંકમાં બેકમિત્ર તરીકે એક મહિલાની નિમણૂંક કરવામાં આવી હતી.
જેઓ બેંકના કામમાં મદદ કરતી હતી અને નાણાં ભરવાની સ્લીપ ભરી આપતી હતી, રૂપિયા 10 હજારથી ઓછી રકમ ATM મારફતે ઉપાડી આપતી હતી. આ મહિલા ઘણાં સમયથી કામ કરતી હતી. કબીલપોરની એક મહિલા અશિક્ષિત હોય પૈસા ભરવા માટે આ બેંક મિત્ર પાસે જતી હતી. બેંકમિત્ર રસીદ પર સિક્કો મારી આપતી હતી. પરંતુ આ મહિલાએ જયારે પાસબુકમાં એન્ટ્રી પડાવી ત્યારે ખબર પડી કે ઘણી એન્ટ્રી પડી નથી.
જેથી બેંકનો સંપર્ક મહિલા એડવોકેટ મારફતે કરી પાસબુક અને પૈસા ભર્યાની સ્લીપની ખરાઈ કરતા 70 હજારથી વધુ રકમ ભરાઈ ન હતી. ઉપરાંત 10 હજાર તેણીના ખાતામાંથી બારોબાર ઉપડી પણ ગયા હતા. આ બાબતે નવસારી બરોડા બેંકના રિજિયોનલ મેનેજરને અને સ્થાનિક મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી હતી. પેપરમાં અહેવાલ આપતા બેંક મેનેજરને વધુ 5 ફરિયાદ લેખિતમાં આવી હોવાની માહિતી મળી છે. કબીલપોર પંથકમાં ગ્રામ્ય વિસ્તાર હોય ઘણા લોકો અશિક્ષિત હોવાથી ભોગ બનેલા હોવાની માહિતી મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500