વલસાડ વિભાગનાં નવસારી રેલવે પોલીસ હદમાં ઈસમનું શનિવારે ડાઉન રેલવે ટ્રેક ઉપર પસાર થતી વખતે સુપર ફાસ્ટ એક્સપ્રેસની અડફેટે આવી જતા ગંભીર ઇજાથી મૃત્યુ થયું હતું. વલસાડ રેલવે પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલએ માહિતી આપતા જણાવ્યું કે, 18 જૂન મધ્ય રાત્રે 12.41 વાગ્યે નવસારી રેલવે સ્ટેશનની દક્ષિણે આવેલ કિમિ નંબર 236/22-24 ઉપર એક અજાણ્યા ઈસમનું રેલવે લાઈન ઉપર પસાર થઈ રહ્યો હતો.
તે સમયે ડાઉન ટ્રેક ઉપર સૌરાષ્ટ્ર મેલ ટ્રેન પસાર થતા અકસ્માતે ટ્રેનની અડફેટે આવી જવાથી ઈસમનું મૃત્યુ થયું હતું. જયારે આ અજાણ્યા ઈસમ જેની ઉંમર આશરે 35, મજબૂત બાંધાનો, ઉંચાઈ 5.5 ફૂટ, મરૂન કલરની ગોળ ગળાની અડધી બાઇની ટી શર્ટ, ADidAs લખ્યું છે. ગ્રે પેન્ટ ઉપર nike લખ્યું છે. અજાણ્યા ઈસમની વધુ માહિતી માટે નવસારી પોલીસનો સંપર્ક કરવા હેડ કોન્સ્ટેબલ નાએ જણાવ્યું છે કે નવસારી રેલવે વિભાગમાં છેલ્લા 10 દિવસમાં ત્રણ લોકોનાં ટ્રેન અડફેટે આવી જવાથી મોત નીપજયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500