વિજલપોરમાં ભાડેનાં ઘરમાં રહી જુગાર રમતા હોવાની બાતમીને પગલે વિજલપોર પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા 65 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી પોલીસને મળેલ બાતમીનાં આધારે વિજલપોર રામનગર-2માં સતિષભાઇ યાદવનાં ભાડાનાં મકાન નંબર-8 બીજા માળે રહેણાંક મકાનમાં બહારથી જુગાર રમવા બોલાવે છે.
જે બાતમીનાં આધારે પોલીસે બાતમીને પગલે સ્થળ ઉપરથી રાજકુમાર ઘીમાંન, રાજેન્દ્ર નિશાદ, બલેશ્વર ગૌતમ, અમરલાલ નિશાદ, શનિ યાદવ, રવિન્દ્ર ગૌતમ, અખિલેશ નિશાદ, અંગત નિશાદ, જયપ્રકાશ વિશ્વકર્મા અને નિત્યાનંદ નિશાદ (તમામ રહે.વિજલપોર) નાને ઝડપી પાડ્યા હતા જોકે પોલીસે રૂપિયા 65 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500