Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઈલ અને એસેસરીઝની ચોરી કરનાર ત્રણ ચોરટાઓ રૂપિયા 27.97 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • February 02, 2023 

અમદાવાદ LCBએ ચીખલીમાં ભાટિયા મોબાઈલમાંથી મોબાઈલ અને એસેસરીઝની ચોરી કરનાર ત્રણ રીઢા ચોરટાને રૂપિયા 27.97 લાખનાં મુદ્દામાલ સાથે દબોચી લેતા ગણતરીનાં દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલાયો છે. જોકે શનિવારની રાત્રે ચીખલી એસટી બસ સ્ટેન્ડની સામે ભાટિયા મોબાઇલની દુકાનની દીવાલમાં બાકોરૂ પાડી મોબાઈલ ફોન અને એસેસરીઝ સહિત રૂપિયા 29.61 લાખ ચોરટાઓ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય LCBની સજાગતાને પગલે ચીખલીની ભાટિયા મોબાઇલમાંથી થયેલ ચોરીનો ભેદ ચાર દિવસમાં ઉકેલાયો છે.






જોકે ગત.28 જાન્યુઆરીની રાત્રે ચીખલી એસટી બસ સ્ટેન્ડની સામે મુખ્ય માર્ગને અડીને આવેલ શોપિંગ સેન્ટરમાં ભાટિયા મોબાઇલની દુકાનના પાછળના ભાગે દિવાલમાં બાકોરું પાડી મોબાઈલ સહિતની એસેસરીઝ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 27,97,357/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચીખલીમાં ભાટિયા મોબાઈલમાંથી થયેલ ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ પૈકી રોનક નાગર ઝાલા અને આસિફ રઝા રહેબર અબ્બાસ રઝા રૈયજુલ અબ્બાસ રઝા વચ્ચે અમદાવાદની જેલમાં મિત્રતા થઈ હતી. રોનક છ માસ પૂર્વે દમણ ગયો ત્યારે ચીખલીમાં સરવે કરી ગયો હતો.





મોબાઇલ રીપેરના નામે ગ્રાહકના સ્વાંગમાં જઈ દિવસ દરમિયાન રેકી કરી ચોરીનાં દિવસે બોકારૂ મારફતે દુકાનમાં પ્રવેશ કરી પ્રથમ કેમેરા ફેરવી નાંખી બહાર ઉભા રહેલ સાથી મિત્રને મોબાઈલ ફોન અને એસેસરીઝ આપતો ગયો હતો. રવિવારે આખો દિવસ રોકાઈને નોકરીની શોધમાં અમદાવાદ આવેલો તેનો મિત્ર એટલે કે ત્રીજો આસામનો રહેવાસી રિયાઝઉલ શાઇદઉલને નોકરીના બહાને વાપી બોલાવી તેને બેગમાં કપડા હોવાનું જણાવી સોમવારે બપોરે 12 વાગ્યાના અરસામાં વાપી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેસી અમદાવાદ રવાના થઈ ગયા હતા. મોબાઈલની ચોરીનાં આરોપીઓના મિત્રએ જ મિત્રનો ભાંડો ફોડ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application