બીલીમોરા નજીકનાં તલોધ ગામે ભાડાનાં મકાનમાં રહેતા અને કલરકામ કરતા એક યુવકે કોઈ અગમ્ય કારણસર ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી હતી. બીલીમોરા પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, યુપીના મૂળ રહેવાસી ધર્મેન્દ્ર શ્રીરામ યાદવ (ઉ.વ.24) તેના મિત્ર રાકેશભાઇ રાજબહાદુર યાદવ, (ઉ.વ. 33, રહે.તલોધ, સિંગલ ફળિયા,અંબા માતાના મંદિર પાસે) સાથે સિંગલ ફળિયા તલોધમાં ભાડાના મકાનમાં રહેતા હતા. જોકે ધર્મેન્દ્ર કલરકામ કરતો હતો અને તેનો મિત્ર રાકેશભાઈ સચીન (સુરત)માં પ્લાસ્ટીકની કંપનીમાં મજુરી કામ કરતો હતો.
જયારે રાકેશ રાત્રિના 10 કલાકે નોકરી પરથી પરત આવતા તેણે ધર્મેદ્રને બેથી ત્રણ વખત બુમો મારતા ધર્મેન્દ્રએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેણે જોરથી ધક્કો મારી દરવાજો ખોલતા તે સ્તબ્ધ થઈ ગયો હતો. ધર્મેદ્રએ ઘરના મોભ સાથે નાયલોનની દોરી બાંધી અગમ્ય કારણસર ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો.
જેથી રાકેશે આજુબાજુના માણસોને બોલાવી દોરી કાપી ધર્મેન્દ્રને નીચે ઉતારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ મૃતકના ભાઈને ફોન કરી આ ઘટનાની જાણ કરી હતી. બનાવ અંગે રાકેશભાઇ યાદવે બીલીમોરા પોલીસમાં અગમ્ય કારણસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500