Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘર આંગણે બેઠેલ યુવક ઉપર જંગલી ભુંડનો હુમલો, ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડાયો

  • September 08, 2022 

નવસારી જિલ્લામાં દીપડાના ભય વચ્ચે હવે જંગલી ભૂંડોનો આતંક વધતા ખેડૂતો ખેત મજૂરો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે. જોકે મે મહિનામાં ગણદેવીનાં ખેરગામ ગામે વૃદ્ધ ખેત મજૂર વજીયાબેન અમરતભાઇ નાયકા ઉપર જંગલી ભૂંડ હુમલો કરતા મોત થયું હતુ. જયારે મહિલા પછી ધમડાછા ગામે તરીયાવાડમાં ઘર આંગણે બેઠેલા યુવક ભરતભાઈ રવજીભાઈ પટેલ ઉપર પણ જંગલી ભુંડે હુમલો કર્યો હતો.




જોકે આ ઘટનામાં ખેડૂતોનાં માનસપટ પરથી દૂર થઈ નથી ત્યાં ગણદેવી તાલુકાનાં કચોલી ગામે બપોરે ખેડૂત હર્ષદભાઈ વશીની ચીકુની વાડીમાં અલ્પેશ વલ્લભભાઈ હળપતિ ખેતીકામ કરતો હતો ત્યારે એકાએક ધસી આવેલા જંગલી ભૂંડે હુમલો કરી દીધો હતો. જેમાં અલ્પેશનાં હાથમાં ઇજા પહોંચાડી લોહી લુહાણ કર્યો હતો. જયારે અલ્પેશે હિંમત્તભેર પ્રતિકાર કરતા ભૂંડ ખેતરમાં ભાગી ગયુ હતુ અને યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.




જયારે ગ્રામ જનોમાં ઘટનાને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે. જયારે આ ઘાયલ અલ્પેશને સિવિલમાં લઇ જવાયો હતો. જ્યાં તેના હાથમાં 10 ટાંકા આવ્યા હતા. આ દરમિયાન વન વિભાગના ફોરેસ્ટર, નવસારી વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે ધસી ગણદેવી તાલુકાનાં કછોલી ગામે આવી હતી. જયારે વન વિભાગ જંગલી ભૂંડને જલ્દી પાંજરે પુરે એવી લોક માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application