Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેગનાં કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો

  • June 08, 2022 

બીલીમોરા આંતલિયા ગામે વીજ કચેરી સામે આવેલ શોપિંગ સેન્ટરનાં ઉપરના માળે એક બેગ બનાવતા કારખાનામાં સોમવારે રાત્રી દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. જોકે આગનાં કારણે અચાનક ધૂમાડો ઉઠતા બીલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગના બે વોટર બાઉઝર લઈને ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આગ રહેણાંક વિસ્તાર નજીક હોવાથી લોકોના જીવ તાળવે ચોંટયા હતા.



જોકે, ફાયર ફાયટરોએ સતત પાણીનો મારો ચલાવતા અડધા કલાકમાં આગ કાબૂમાં આવી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જયારે આગના કારણે કારખાનાનો થોડો સામાન બળી ગયો હતો તેમજ પાણીના છંટકાવના કારણે દુકાનનો સરસામાન પલળી ગયો હતો. આગથી નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. બીલીમોરા પાલિકાના ફાયર ફાયટર લાશ્કરો સાથે આવી પહોચી આગ પર કાબૂ મેળવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગ કાબૂમાં આવતા લોકોએ રાહત અનુભવી હતી. (ફાઈલ ફોટો)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application