ગણદેવી તાલુકાનાં ગણદેવા ગામે આવેલ સાઈતીર્થ સોસાયટીમાં ગોવર્ધનભાઈ વકીલના મકાનમાં રહેતા સંજયકુમાર રાખસીયા (મુળ રહે. કાકસીયાળા ગામ, જુનાગઢ) નાએ ખારેલ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે કે, રાધિકાબેન ઉર્ફે દીપલીબેન સંજયકુમાર રાખસિયા (ઉ.વ.23) તેમના પુત્ર રીયાંશ (ઉ.વ.3)ને લઈને કોઈને પણ કઈ કહ્યા વગર ગત તા.13મી જૂનના રોજ 3.30 કલાકે ઘરેથી કયાંક જતી રહી છે.
જોકે ગુમ થનાર રાધિકાબેનેની ઉંચાઈ 5 ફૂટ, રંગે ઘઉંવર્ણ, શરીરે પાતળા બાધાની છે. તેણે શરીરે આછા લીલા કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જ્યારે રીયાંશની ઉચાઇ આશરે 2 ફૂટ 9 ઈંચ છે. તેણે શરીરે પીળા કલરનો ઝભ્ભો અને કામરે સફેદ કલરનો પાયજામો પહેર્યો છે અને તે ગુજરાતી ભાષા જાણે છે. બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500