નાંદોદ તાલુકાનાં કમોદીયા ગામે સરકારી જમીનમાં આવેલા મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી થતાં રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, મહંમદકલીમ મોહમદનજીર શેખ, પોસ્ટલ સોસાયટી, સરખેજ રોડ, અમદાવાદની ફરિયાદ મુજબ તેઓ જીયો ફોન પ્રતાપ ટેક્નોલોજી ક્રેક પ્રા.લી. નામની કંપનીમાં કામ કરે છે અને તેઓ કંપનીનાં મોબાઇલ ફોનનાનાં ટાવરનો કોન્ટ્રાકટ કમોદીયા ગામમાં ચાલી રહયો છે જોકે કમોદીયા ગામ ખાતે જીયો કંપનીનાં મોબાઈલ ટાવરની કુલ-5 બેટરીઓ જેની અંદાજીત રૂપિયા 3 લાખની ચોરી થઇ જતાં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application