Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : દારૂનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • January 24, 2023 

નર્મદાનાં ડેડીયાપાડા અને સાગબારા પોલીસે અંગ્રેજી દારૂનાં મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સાગબારા પોલીસે સેલંબા નવાપાડા રોડ પરથી એક્ટીવા ગાડી ઉપર એક બેગમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ટીન બીયર કુલ નંગ-36 જેની કિંમત રૂપિયા 3,600/- તથા બાઈક મળી કુલ રૂપિયા 33,600/-નો મુદ્દામાલની હેરાફેરી કરતા નવલ ચંદુભાઇ ભાભોર (રહે.મંગલમૂર્તિ સોસાયટી, ભરૂચીનાકા, અંકલેશ્વર, જિ.ભરૂચ) તથા આકાશ ટીનીયાભાઇ વસાવા (રહે.ચોર્યાશી, ભાગોળ, સબ જેલની પાછળ, અંકલેશ્વર, જિ.ભરૂચ)નાને પકડી પાડ્યા હતા.



જ્યારે ડેડીયાપાડા પોલીસે ભુતબેડા ગામથી શિતલ શાંતીલાલભાઇ વસાવા (રહે.ભરાડા, નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જિ.નર્મદા)ને એક મીણીયા થેલીમાં ઇગ્લીશ દારૂનાં કાચના ક્વાટરીયા નંગ-27 તથા પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-12 અને દેશી દારૂ પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-62 તથા 1 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 9 હજારનો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી સાગબરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application