Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેડીયાપાડાનાં તાબદા ગામે ભાઈઓ વચ્ચે વાડામાં ભાગ બાબતે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • June 14, 2023 

નર્મદાનાં ડેડીયાપાડા તાલુકાનાં તાબદા ગામમાં ભાઈઓ વચ્ચે વાડામાં ભાગ બાબતે મારામારી થતાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, મથુર મોયલાભાઇ વસાવા (ઉ.વ.45.,રહે.તાબદા મોવડી ફળીયું) નાંએ આપેલી ફરિયાદ મુજબ તેમના ભાઈઓમાં રામજી મોયલાભાઇ વસાવા, મુકેશ મોયલાભાઇ વસાવાએ હાથમાં કુહાડી અને પરાઈ લાવી તેમના મમ્મી-પપ્પાનાં ઘરના આંગણામાં આવી કહેવા લાગેલા વાડામાં અમને કેમ જગ્યા નથી આપતા. તેમ કહી મુકેશે લોખંડની પરાઇ વડે બાપુજી મોયલાભાઇને મારવા જતા મોયલાભાઇ સાઇડમાં જતા રહેતા બચી ગયા હતા.


ત્યારે માતા આંબીબેન વચ્ચે પડતા રામજીએ કુહાડીની મુદર વડે આંબીબેનને જમણા હાથમાં મારી ફેકચર કરી તથા કુહાડીની એક મુદર કમ્મરના ભાગે મારી હતી. ત્યારબાદ બંને ભાઈઓના દીકરા, રાકેશ રામજીભાઇ વસાવા, સાજન મુકેશભાઇ વસાવા (રહે.તાબદા) પથ્થર લઇ દોડી આવી તમામ આરોપીઓ અપશબ્દો બોલી કહેતા હતા કે 'અમને વાડાની જમીનમાં જગ્યા નહીં આપો તો તમને જાનથી મારી નાખીશું' તેવી ધમકીઓ આપી હતી. ડેડીયાપાડા પોલીસે ચાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application