નર્મદા જિલ્લાનાં કેવડિયા કોલોની ખાતે હોમગાર્ડમાં ફરજ બજાવતા પરેશભાઈ પંચોલીએ પોતાના ઘરે પહેલા માળે જઈ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બનવાની વિગત એવી છે કે, હોમગાર્ડમાં નોકરી કરતો અને પાર્ટ ટાઈમ ઇલેક્ટ્રિસિયાનનું કામ કરતો યુવાન પરેશ ધનુભાઈ પંચોલી કોઈ કારણસર કેવડિયા બજારમાં આવેલા પોતાના ઘરના પહેલો માળ છે. ત્યાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ઘરનાં અને આસપાસનાં લોકોને ખબર પડતાં લોકોની ભીડ જામી હતી.
જોકે ઘટનાની જાણ થતા જ તરત જ કેવડીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઉપરાંત હોમગાર્ડનાં અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે પોલીસે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરનાર પરેશનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જયારે પરેશભાઈ પંચોલીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણવા મળેલ નથી, પરંતુ હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માતનું કારણ શોધવા તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application