રાજપીપલાથી ડેડીયાપાડા થઈ સેલંબા જતી બસ ટેકરા પહેલા જ બગડી જતા 50થી 60 મુસાફરો અટવાયાં હતાં. જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ અને આસપાસનાં લોકો હતા જે બીજું વાહનનું ભાડું ન ખર્ચી શકતા પોતે એક થી બે કલાક બાદ બીજી બસમાં બેસી શક્યા હતાં. જોકે બે દિવસ પહેલા જ ડેડીયાપાડાના ધારાસભ્યએ ઉગ્ર રજૂઆત કરી કરી હતી. જેમાં શેઠની શિખામણ ઝાપા સૂધી જ હોય તેમ પરંતુ ત્રીજા દિવસે STની ખામી સામે આવી હતી. જોકે પાંચ ST બસોનો વધારો થયો ત્યારે લોકોમાં ભારે ખુશી થઈ હતી પણ સુધરે તે બીજા ST તંત્ર નહી. બીજા દિવસે સાંજે રાજપીપલાથી પરત આવી રહેલા વિદ્યાર્થીઓને માથે ભંગાર બસ મારી દેતા બસ ખામરના ટેકરા પર બસ બંધ થઈ જતા 50થી 60 જેટલાં મુસાફરો અટવાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application