Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેડીયાપાડાનાં સગાઈ ગામેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો

  • March 09, 2023 

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા અને સાગબારા પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ પકડી ત્રણ સામે ગુનો દાખલ કર્યો હતો. મળતી વિગતો અનુસાર, ડેડીયાપાડા પોલીસે સગાઈ ગામ પાસેથી ભીમસિંગ વસાવાની પોતાના કબ્જાની ડિયો સ્કુટી ગાડી ઉપર ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂની 125 બોટલો જેની કિંમત રૂપિયા 12,500/- અને એક હોન્ડા ડિયો સ્કુટી તથા એક નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 42,500/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે સાગબારા પોલીસે મોવી ગામ નજીકથી બજાજ કંપનની ડીસ્ક્વેર મોટરસાયકલનાં ચાલકને બીયરનાં ટીન જેની કિંમત રૂપિયા 12 હજારનાં પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા પોલીસની નાકાબંધી જોઇને મુદ્દામાલ સ્થળ ઉપર મુકીને ભાગી જતા પોલીસે મુદ્દામાલ કબ્જ કરી ગુનો દાખલ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application