નર્મદાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે રહેતો એક યુવક ઘરેથી ફોર્ચ્યુનર ગાડી લઈ પાસપોર્ટ કઢાવવા જાવ છું એમ કહી ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો છે. પોઇચા ગામના ડેરીવાળું ફળિયામાં રહેતો ભદ્રેશ ઉર્ફે રોની બારીયા (ઉ.વ.37) તારીખ 23 બપોરના આશરે 1 વાગ્યે પોતાના ઘરેથી રાજપીપલા ખાતે પાસપોર્ટ કઢાવવા માટે જાઉ છું તેમ કહી ફરચુનલ ગાડી લઈને નીકળ્યો હતો. જયારે પાસપોર્ટ કઢાવવા માટે ઘરેથી નીકળ્યાં બાદ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો અને તેનો ફોન પણ બંધ આવી રહયો છે. તેની શોધખોળ કરવા છતાં પણ ભાળ નહિ મળતાં આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. ઘટના અંગે પોલીસે યુવકનો મોબાઇલ લોકેશન ટ્રેક કરી તેની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application