Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી કરનારા ત્રણ ચોરટાઓ ઝડપાયા, ચાર વોન્ટેડ

  • February 13, 2023 

નર્મદા LCBએ જિલ્લામાં થયેલી જીઓ કંપનીનાં મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી કરનારા ચોરોને મુદ્દામાલ સાથે ઝડપી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, નર્મદાના પોલીસ અધિક્ષકએ જિલ્લામાં બનતાં ગુનાઓ ડિટેક્ટ કરવા સુચના આપતા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા જિલ્લામાં જીઓ કંપનીના મોબાઇલ ટાવરની બેટરીઓ ચોરીના કુલ 5 ગુનાઓ દાખલ થયેલા હોવાથી જે ગુનાની તપાસમાં એલ.સી.બી.ની અલગ-અલગ ટીમના પોલીસ માણસોએ ચોરીવાળા સ્થળો તેમજ જિલ્લામાં એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટો ઉપરના કમાન્ડ કંન્ટ્રલના નેત્રમ પ્રોજેક્ટનાં CCTV ફુટેજ તેમજ શકમંદ ઇસમોની પુછપરછ કરી તપાસવામાં આવેલા હતા.





તેમજ ગુનાના કામે ટેક્નીકલ અને ખાનગી બાતમીદારોથી પણ હકીકત મેળવવા તજવીજ કરવામાં આવેલી હતી. તે દરમિયાન આ મોબાઇલ ટાવર બેટરી ચોરીના કામે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તેમજ બનાવવાળી જગ્યા ઉપર કોઇ પુરાવા મળે તે હેતુથી વિઝીટમાં હતા. આ સમયે ખડગદા પાસેના ગભાણા ગામ પાસે આવતા એક સફેદ કલરની એમ.પી.પાર્સીંગ બોલેરો ગાડી નંબર MP/18/C/7054 આવાતા ગાડીને રોકી અંદર બેસેલા ઇસમોની પુછપરછ કરી હતી.


ચોરીનાં મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપીઓ...

1.સંજય સોહનલાલ યાદવ,

2.આકાશ મગનલાલ પટેલ અને

3.જુનેદ અનવર મલીક.



આ ગુનાનાં વોન્ટેડ આરોપીઓ..

1.દિપક શરદકુમાર અરોરા (રાજસ્થાન),

2.સલમાન વકીલ મલીક (ઉત્તરપ્રદેશ),

3.દિપેન્દ્રસીંગ ઠાકુર (મધ્યપ્રદેશ) અને

4.રિઝવાન ચૌધરી (ઝારખંડ).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application