Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા, એક ફરાર

  • October 25, 2022 

નર્મદા જિલ્લાનાં ફૂલવાડી ગામમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે રેડ કરી જુગાર રમતા 3 જુગારીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, રાજપીપળા પોલીસ પેટ્રોલીગમાં હતી. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, જે બાતમીનાં આધારે પોલીસે ફૂલવાડી ગામમાં રેડ કરતા ત્યાં જુગાર રમતા નરેશ માનસીંગ તડવી, નરેન્દ્ર હિંમત તડવી અને કિરીટ નારાયણ તડવી (તમામ રહે. ફૂલવાડી ગામ) નાઓએ હાર-જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે તેમની અંગ ઝડતીનાં રોકડ રૂપિયા તથા દાવ ઉપરનાં રોકડ રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા 2,030/-નાં જુગાર સહિતનાં મુદ્દામાલ ત્રણેયને ઝડપી પાડી તથા મનોજ દાદુ તડવી (રહે.ફુલવાડી ગામ) નાઓ નાશી જઈ ગુનો કરતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application