ગુજરાત સરકાર ગૃહ વિભાગ, ગાંધીનગરનાં આદેશાનુસાર કેદીઓની કલ્યાણા પ્રવૃતિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે મહિલા કેદીઓ તથા 60 વર્ષ કે, તેથી વધુ ઉંમર ધરાવતાં પુરૂષ કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર તેમને પંદર દિવસ માટે પેરોલ રજા પર મુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. અધિક પોલીસ મહાનેદેશકની સુચના મુજબ રાજ્યની જેલોમાં રહેલ મહિલા કેદીઓ તથા 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતાં પુરૂષ કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર 15 દિવસ માટે પેરોલ રજા પર મુક્ત કરવા જણાવ્યું હતું.
કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાનાં આદેશાનુસાર તથા ઇ.ચા.અધિક્ષકની રાહબરી હેઠળ રાજપીપળા જીલ્લા જેલમાં સજા ભોગવી રહેલા 60 વર્ષ કે તેથી વધુ ઉમરના કુલ 4 પાકા કેદીને પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં પેરોલ રજા પર મુક્ત કરાયેલા કેદીઓમાં કાલીદાસભાઇ દલસુખભાઇ તડવી (ઉ.વ.62), વિરસીંગ મેઘજી કામોલ (ઉ.વ.61), જગદીશભાઇ દેવજીભાઇ ખિસ્ત્રી (ઉ.વ.60) અને રાભયભાઇ કેસરાભાઇ સોલંકી (ઉ.વ.69) નાઓ છે જોકે આ કેદીઓને તા.23/10/2022થી પંદર દિવસ માટે પોતાના કુટુંબીઓ સાથે ખુશાલીથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યા છે. ઉક્ત પાકા કેદીઓને દિવાળી પેરોલ રજા પર મુક્ત કરાતાં તેમના પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500