ડેડીયાપાડા તાલુકાનાં જામની ગામનાં રહેવાસી ગણેશ વસાવાની બહેન આનંદી આઠ મહિના પહેલા ખામપાડા ગામનાં દિલીપ વસાવા સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને તે બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. છેલ્લા કેટલા સમયથી આનંદી તથા દિલીપ બંને ઝઘડીયાનાં મુલદ ગામે બ્લોક બનાવવાના કારખાનામાં મજૂરી કામ કરતા હતા. જોકે ગત માસે આનંદી તેના પિયર જામની ખાતે એકલી ગઈ હતી અને તેણે તેની માતાને જણાવેલ કે, દિલીપ મારા ઉપર આડા સંબંધનો વહેમ રાખી ઝઘડો કરે છે જેથી હું તેની સાથે રિસાઈને અહીં આવેલ છું. બે દિવસ રોકાયા બાદ તે ફરીથી દિલિપ સાથે રહેવા ચાલી ગઇ હતી.
જોકે ગત તા.2 જૂનનાં રોજ દિલીપની માતાએ આનંદીની માતાને ફોન કરી આનંદીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. આનંદીની માતા સહિતનો પરિવાર ઝઘડિયા ખાતે દોડી આવ્યો હતો. ઝઘડિયા સરકારી દવાખાનામાં આનંદીનો મૃતદેહ જોતાં તેના ગળામાં ઇજાના નિશાન જોવા મળ્યાં હતાં. તબીબે આનંદીને ગળે ટુંપો દઇ મારી નાખવામાં આવી હોવાનો ખુલાસો કર્યો હતો. બનાવ અંગે પોલીસે આરોપી દિલીપ વસાવા સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવાની કામગીરી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application