નર્મદાનાં દેડીયાપાડા તાલુકાનાં વાડવા ગામનાં રહીશનો પુત્ર આશ્રમ શાળામાંથી ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળતાં પિતાએ આશ્રમ શાળાના સંચાલકો સામે ગુનો દાખલ કરવા ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, રમેશભાઈ શાંતિલાલ વસાવાનાં જણાવ્યા મુજબ વસાવા સંજયભાઈ રમેશભાઈ તેમનો પુત્ર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ધો-12માં અભ્યાસ કરતો હતો જોકે તા.25નાં રોજ રમેશભાઈનાં બહેન રમણીબેન ભરતભાઇ વસાવા મારા પુત્રની મુલાકાત કરવા માટે ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડી મુકામે ગયેલા અને તેમને જાણ થયેલી કે, મારો પુત્ર તા.19નાં રોજ શાળામાંથી ગુમ થયેલ છે.
જોકે રમણીબેને ફોનથી ગુમ થવા અંગેની જાણ કરી જેથી તેઓ તુરંત દોડી ગયા તથા ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, કેવડીના શિક્ષકોને પૂછપરછ કરતાં પહેલા ઉડાઉ જવાબ આપ્યો હતો અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા કેવડીનાં આચાર્ય તથા શિક્ષકો અને હોસ્ટેલનાં ગૃહપતિએ ગત તા.19થી ગુમ છે તેવું કહ્યું હતું.
તેમજ ગુમ થયાની જાણ રૂબરૂ કે પત્ર તથા ટેલિફોનથી કરવામાં આવી નહોતી અને તેમના પુત્ર અટલા સમયથી ગુમ હોવા છતાં જાણ કરવામાં આવેલ નથી માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે ગયા તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગત તા.22નાં રોજ એક બિનવારસી લાશ મળેલી જે લાશનો નિકાલ થઈ ગયેલો છે. પરંતુ એ લાશના કપડાં, ચાવી, બેલ્ટ સહિતની વસ્તુ બતાવતાએ તમામ મરનાર સંજયનાં હોવાનું જાણ થતાં તેમના પુત્રને કોઈએ મારી નાખેલ હોવાની વકીએ આ બાબતે ઉમરપાડા પોલીસમાં કસ્તુરબા સેવાશ્રમ મરોલીનાં સ્ટાફ સામે ગુનો દાખલ કરવા લેખિત અરજી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500