Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

  • September 13, 2022 

નર્મદાનાં રાજપીપળા ખાતેની રત્નદિપ સોસાયટીનાં પાર્કિંગમાંથી એક બોલેરો ટેમ્પોમાંથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ સ્ટાફનાં માણસોને મળેલ બાતમીનાં આધારે, રાજપીપળાની રત્ન દીપ સોસાયટીમાં પાર્કિંગમાં ઉભેલી બોલેરો પિકઅપ ટેમ્પો નંબર GJ/16/AU/3177નો ચાલક અરવિંદ શાન્તીલાલ વસવા (રહે.માથાસર પટેલ ફળીયા, ડેડીયાપડા) નાઓ વિદેશી દારૂના ટીન બીયરનો જથ્થો ભરી લાવનાર છે.




તેમજ દેવજી કુકડીપાદર ગામના મહારાષ્ટ્ર રાજ્યના જેના પુરા નામની ખબર નથી તે વિદેશી દારૂના ટીન બીયર જથ્થો લેનાર તેમજ જીતુભાઇ (રહે.બગદરી ગામ, મહારાષ્ટ્ર) જેના પુરા નામની ખબર નથી તે ભારતીય બનાવટનો વિદેશી દારૂના ટીન બીયર જથ્થો ભરી આપનાર છે. તેમજ રાહુલ જગદીશ વસાવા (રહે.રાજપીપળા, ટેકરા ફળીયા) વિદેશી દારૂના ટીન બીયર જથ્થો જેની કિંમત રૂપિયા 47,500/- તથા બોલેરો પિકઅપ ટેમ્પો અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 5,48,000/-નો મુદામાલ સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો, જયારે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર તથા દારૂના જથ્થા માટે સંપર્ક કરાવનાર નાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application