રાજપીપળાના વડિયા ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારી એલ.યુ. વસાવાનો 38 વર્ષીય પુત્ર સંદીપ વસાવા રાજવાડી ગામે રહી ખેતીનું કામ સંભાળતો હતો, જયારે તેમની પત્ની યોગીતા કામલીયા ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતાં હતાં. જોકે આ દંપતિ તેમની પુત્રી મહી સાથે રાત્રિનાં સમયે કાર લઇને હોટલમાં જમવા માટે ગયાં હતાં અને હોટલ માંથી જમીને પરત ફરી રહ્યા હતા.
તે સમયે રમણપુરા ગામ પાસે તેમની કાર ખાડામાં પટકાય કાર બેકાબુ બની જતાં રોડની સાઇડમાં આવેલી બલદવા ડેમની ખાડીમાં ખાબકી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે રાતનો સમય અને સુમસાન રસ્તો હોવાથી તેમને કોઇની મદદ મળી શકી ન હતી. જેથી આખો પરિવાર કારમાં જ ડુબી મોતને ભેટ્યો હતો. જયારે મોડે મોડે બનાવની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યાં હતાં.
ત્યારબાદ ખાડીમાંથી કારને બહાર કાઢવામાં આવતાં તેમાંથી પરિવારનાં ત્રણેય સભ્યોનાં મૃતદેહ મળી આવ્યાં હતાં. જોકે આ ઘટના બલદવા ડેમનાં ઓવરફલો થઇ રહયો હોવાથી આસપાસનાં વિસ્તારમાં તેના પાણી ફેલાયેલાં છે અને વસાવા પરિવારની કાર ખાડીનાં પાણીમાં ખાબકી ગઈ હતી.
બનાવ અંગે નેત્રંગના પી.એસ.આઇ. તથા તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ જવાનોએ પાણીમાં ડુબકીઓ લગાવી કારનો પત્તો લગાવી લીધો હતો. જોકે કારનો દરવાજા લોક હોવાથી કાચ તોડી તેમાં ફસાયેલા ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500