નર્મદાનાં તિલકવાડા તાલુકામાં આવેલ દાજીપુરા ગામની સીમમાં એક ખેડૂત પર દીપડાએ હૂમલો કરતા ખેડૂતને ઇજા થઇ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તિલકવાડાનાં ઘણા એવા વિસ્તાર છે જ્યાં જંગલ વિસ્તાર છે. આ જંગલ વિસ્તારમાં અનેક પ્રકારનાં જાનવરો વસવાટ કરતા હોય છે. આ જંગલી જાનવરો ઘણીવાર મૂંગા પ્રાણીઓ ઉપર હૂમલો કરતા હોવાની ઘટના અવાર નવાર બનતી હોય છે, પરંતુ ગતરોજ સાંજનાં સમયમાં એક જંગલી દીપડાએ 45 વર્ષીય ખેડૂત ઉપર હૂમલો કર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ફડફડાટ મચી ગયો હતો.
આ ઘટનામાં તિલકવાડા તાલુકાનાં દાજીપુરા ગામે રહેતા 45 વર્ષીય રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવા જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓનું હીજડા મહુડી ગામની સીમ વિસ્તારમાં ખેતર આવેલું છે. જે ખેતરમાં તેઓ કામ અર્થે ગયેલ હોય અને ખેતરમાં તેઓ કામ કરતા હતા. જોકે આ ઘટનાને પગલે ખેડૂતે દિપડાનો સામનો કરી બુમાં બૂમ કરતા આસપાસનાં વિસ્તારના ખેડૂતો સ્થળ પર દોડી આવતા દીપડો સ્થળ પરથી ભાગી ગયેલ આ ઘટનામાં ખેડૂતને હાથનાં ભાગે દીપડાનાં નખ વાગી જતા ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ફરીવાર આવી ઘટના ન બને તે માટે વન વિભાગ જાણ કરવામાં આવી હતી. જેને લઈ વન વિભાગ દ્વારા ત્યાં પાંજરું મૂકવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application