નવસારી હાઇવે ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી રૂરલ પોલીસે દમણથી સુરત લઈ જવાતો રૂ.૨.૮૮ લાખનો ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રક સાથે તેના ચાલકને ઝડપી પાડી રૂ.૭.૯૬ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પ્રોહિબિશનની કાર્યવાહી માટે પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે વખતે તેને બાતમી મળી હતી કે, દમણથી એક ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે.
જેના આધારે પોલીસ સ્ટાફે હાઈવે ઉપર બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમીના વર્ણન વાળી ટ્રકને અટકાવી તેની તલાસી લેવાતા ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૧૯૨૦ (કિંમત રૂપિયા ૨.૮૮ લાખ) મળી આવી હતી. તેથી પોલીસે ઈંગ્લિશ દારૂનો જથ્થો અને ટ્રક, રોકડ તેમજ અન્ય સામાન મળી રૂ.૭,૯૬,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે જ ટ્રકના ચાલક બટુકભાઈ રાજાભાઇ માથાસુળીયા (રહે.મદગર્ભ ગામ, પાણીની ટાંકી પાસે, તા.સાયલા, જિ.સુરેન્દ્રનર)ની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસમાં દારૂ મંગાવનાર ગૌરાંગ ઉર્ફે વિજયસિંહ પ્રહલાદભાઈ રાવલ (રહે.મહેસાણા)ને વોન્ટેડ જાહેર કર્યા હતો. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500