વલસાડનાં અબ્રામાનાં વાવ ફળિયામાં રહેતો વિશાલ ઉર્ફે પપ્પુ નામનો યુવાન હાઈવે પર મુંબઈથી સુરત તરફ જતા આવેલા ગિરિરાજ હોટલમાં માવો લેવા માટે બાઈક લઈને નીકળ્યો હતો. વિશાલે તેની બાઈક સુરતથી મુંબઈ તરફ જતા હાઈવે પર આવેલી શ્રીનાથ હોટલ પાસે પાર્ક કરી હતી.
બાઈક પાર્ક કર્યા બાદ વિશાલ ગિરિરાજ હોટલમાં માવો લેવા માટે હાઈવે ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે કોઈક અજાણ્યા વાહનના અજાણ્યા ચાલકે વિશાલને ટક્કર મારી અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિશાલ ઉર્ફે પપ્પુનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે બાબતે ફળિયાના રહીશ પ્રવીણભાઈ બારીયાએ અકસ્માત સર્જી ફરાર થઈ જનાર અજાણ્યા વાહન ચાલક સામે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application