Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગણદેવી તાલુકામાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સજા

  • April 08, 2025 

નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકામાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી બે વખત ગર્ભવતી બનાવ્યા બાદ ગર્ભપાત કરાવ્યા બાદ તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર યુવકને નવસારી સ્પે.પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસની ટૂંકી વિગતો એવી છે કે, નવસારીના ગણદેવી તાલુકામાં શ્રમજીવી પરિવારની ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ બીલીમોરાના વિજય ઉર્ફે વિજુ કુકણાએ વારંવાર તેણીની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી હતી.


એકાંતમાં વિતાવેલી પળોના કારણે સગીરા બે વખત ગર્ભવતી બની જતા તેને હવસખોર વિજયે પોતાનું પાપ છુપાવવા માટે દુકાનેથી ગર્ભપાતની દવાઓ લાવીને પીવડાવી ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. લગ્નની લાલચ આપી પ્રેમસંબંધમાં ફસાઈ ચૂકેલી સગીરાની હવસખોરે મરી જવાની ધમકી આપી વારંવાર શરીર સંબંધ બાંધવા ઉપરાંત ફોન ઉપર વીડિયો કોલ કરાવી તેના નગ્ન હાલતના ફોટાઓ પાડી લીધા હતા. ત્યારબાદ સગીરાએ પ્રેમસંબંધ તોડી નાંખતા નરાધમ વિજયે તેણીના નગ્ન ફોટાઓ યુવતીના સંબંધીઓને મોકલી આપ્યા હતા.


જે અંગેની ફરિયાદ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપી વિજય ઉર્ફે વિજુ કુકણાની ધરપકડ કરી નવસારી સબજેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ નવસારીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ (સ્પે.પોક્સો) કોર્ટમાં ચાલી જતા સાયન્ટીફિક પુરાવા તેમજ સરકારી વકીલ અજયકુમાર ટેલરની દલીલોને ગાહ્યા રાખી જજ તેજસ બ્રહ્મભટ્ટે આ કેસના આરોપી વિજય ઉર્ફે વિજુ ઇ શ્વરભાઈ કુકણા (રહે.માદર ફળિયું, બીલીમોરા, તા.ગણદેવી, જિ.નવસારી)ને દોષિ ઠેરવ્યો હતો. આ સાથે જ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦ હજારનો દંડ ફટકારતો હુકમ જજે કર્યો હતો. જયારે ભોગ બનનાર સગીરાને સરકારી વળતર રૂ.૪ લાખ ચૂકવવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application