ડાંગ જિલ્લાનાં શામગહાન વિસ્તારમાંથી છાણીયુ ખાતરનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાં વણી તરફ જઈ રહેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. આ ટ્રક જ્યારે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં તોરણ હોટલ નજીકનાં વળાંક પાસેથી પસાર થતી હતી. ટ્રકના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને રિવર્સમાં આવી માર્ગની સાઈડમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રકને મોટું નુકસાન થયુ હતું. જ્યારે છાણીયા ખાતરનો જથ્થો વેરવિખેર થઈ ગયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલક સહિત ક્લીનરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application