નર્મદાનાં નાંદોદ તાલુકાનાં જીઓરપાટી ગામમાં પ્રેમ સંબંધ બાદ આપેલી વસ્તુઓ પરત માંગનાર મહિલાને મારમારી ધમકી આપનાર શખ્સ સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી અનુસાર, ઇન્દુબેન કનુભાઈ વસાવા નાઓની દિકરીએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા ગામના ગોવિંદ જેઠા વસાવાને અગાઉ 13 વર્ષથી પ્રેમસંબંધ હોવાથી એકબીજા સાથે રહેતા હતા.
જોકે આશરે 3 વર્ષ પહેલા ઈન્દુબેન ગોવિંદને આપેલી વસ્તુઓ ગત તા.24/10/2022નાં રોજ સવારનાં આશરે 7:30 વાગે ગોવિંદનાં ઘરે જઇ પરત માંગતા ગોવિંદએ ગમે-તેમ ગાળો બોલી ઘરમાંથી પાળીયુ લઇ ઇન્દુબેનને જમણા હાથે કાંડાથી ઉપરના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે ગોવિંદ વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application