નર્મદા જિલ્લાનાં મુખ્ય મથક રાજપીપળામાં રખડતા જાનવરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. જેમાં અવાર નવાર તોફાન કરતા આખલાથી લોકો ભયમાં જીવી રહ્યા છે. જયારે ગતરોજ બપોરની વાત કારીએ તો, રાજપીપળા સ્ટેશન રોડ પર ખુલ્લા રોડ પર જ્યાં લોકોની વધુ અવર જવર હોય છે. ત્યાં બે મહાકાય આખલા બાથ ભીડી લડતા જોઈ સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જેને લઈ ટ્રાફિક સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જોખમી ઘટના ન બનતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ક્યારેક આ આખલા યુધ્ધ બાળકો કાતો વૃધ્ધો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
થોડા સમય પહેલા જ બે આંખલાના યુદ્ધમાં રાજપીપળાના સૂર્ય દરવાજા પાસે પિતા-પુત્રને અડફેટે લીધા હતા. જેમાં પિતા ઉપરથી મહાકાય આંખલો પસાર થતા પિતાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જો આવા રખડતા ઢોરો પાંજરે પૂરવામાં નઈ આવે તો બીજા કેટલાયના જીવ જાય એમ છે. રાજપીપળા દરબાર રોડ, સ્ટેશન રોડ, મહાવિદ્યાલય રોડ, દોલત બજાર, જેવા અનેક વિસ્તારમાં આખલા યુધ્ધને બીજા અન્ય ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોર અડિંગો જમાવી રસ્તાઓ પર બેસી જાય છે ને જાણે કોઈ ગામડામાં આરામ ફરમાવતા હોય એમ બેસી રહે છે.
કોઈ એમને ઉઠાડવાવ જાય તો એ ઢોર હુમલા કરે છે ને જાહેર માર્ગ પર ગંદકી જોવા મળે છે. અગાઉ પાલિકાના મુખ્ય અધિકારીનાં જણાવ્યા મુજબ રખડતા ઢોરને અગાઉ ઘણીવાર પકડી પૂર્યા હોવા છતાં અમુક ઢોરના માલિકો તેમને છોડાવવા પણ આવતા નથી અને ખાસ કરીને આ ઢોરોને પકડવા ગામડાના અનુભવી માણસોને બોલાવવા પડે છે. જે અમુકવાર આવે છે ક્યારેક નથી આવતા. હાલમાં શહેરમાં રખડતા ઢોરની સંખ્યા વધી છે. જેણે ધ્યાને લઈ ગામડાની ટીમને બોલવાની તજવીજ હાથ ધરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500