Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : નજીવી બાબતે થયેલ મારામારીમાં 60 વર્ષીય આધેડનું મોત, પોલીસે બે સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

  • June 30, 2023 

નર્મદાના ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા (બોગજ) ગામે નજીવી બાબતમાં માથાકુટ થતા બેટ મારી મોતને ઘાટ ઉતારનાર ઈસમો સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. મળતી માહિતી અનુસાર, દેડીયાપાડાના કોલીવાડા (બોગજ) નિશાળ ફળીયામાં રહેતા શંકરભાઇ પારસીંગભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ, બોગજ ગામમાં રહેતા પ્રિતેશભાઇ નવલભાઇ વસાવા તથા અંકીતભાઇ નરપતભાઇ વસાવા બંનેએ ગામના લક્ષ્મણ ભાઇના ઘરે આવી લક્ષમણભાઇ પાસે દારૂ પિવા માટે રૂપિયા 100 માંગ્યા હતા.



જેથી લક્ષમણભાઇએ તેમને પૈસા આપવાની ના પાડેલી અને બંનેએ ક્રિકેટ રમવાના લાકડાના બેટ વડે લક્ષ્મણભાઇને મારી નાંખવાના ઈરાદે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જોકે 60 વર્ષના પારસીંગભાઇ ટેટીયાભાઇ વસાવાએ ઈજા પામનાર લક્ષ્મણભાઇને મારથી બચાવવા વચ્ચે પડતા બંનેએ મરનારને ક્રિકેટ રમવાના લાકડાના બેટથી માર મારી ગંભીર ઈજાઓ કરતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી પોલીસે પારસિંગભાઇની હત્યા મામલે પ્રિતેશ વસાવા અને અંકિત વસાવા વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application