ફળ માણસો વિશે લોકો જાત જાતની ચર્ચા વિચારણ કરતા રહે છે. કેટલાક એવું પણ કહે છે કે સમય અને સંજોગો એવા બન્યા કે અચાનક જ બધું બની ગયું અને એ લોકો સફળતાના ઉચ્ચતમ શિખરે પહોંચી ગયા. આ બધા તર્ક-વિતર્કોની વચ્ચે વાસ્તવિકતા કાંઈક અલગ હોય છે. સફળતા નો કોઈ શોર્ટકટ હોતો નથી અને પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. જીવનમાં કોઈ પણ સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન, પરિશ્રમ અને છેલ્લે પ્રતીક્ષા ખૂબ જ અનિવાર્ય છે. કુદરતનો પણ આ જ નિયમ છે. જમીનમાં વાવવામાં આવેલા બીજમાંથી અંકુર બહાર આવતા સમય લાગે છે અને એમાંથી અનાજ મેળવવા માટે થોડી વધારે મહેનત અને સમય લાગે છે.
આજે દુનિયાના ધનિક લોકોની વાત કરીએ તો એ કાંઈ લોટરી લાગી ને ધનિક નથી બન્યા. કાંઈક કરવાની અભિલાષા, સખત મહેનત અને એ બધા માટે સતત પ્રયત્ન શીલતાની સાથે સાથે હજારો સપનાઓ સાથે જ્યારે માનવી લોકો વચ્ચે આવે છે ત્યારે તે સફળ થાય જ છે. અનેક નિષ્ફળતાઓમાંથી પોતાની જાતને ઉગારી તમામ મુશ્કેલીઓનો સામનો કરી સામે આવતા દરેકે દરેક વિપરિત સંજોગોમાં અડીખમ ઊભા રહી સતત પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે.
જીવન કર્મ પ્રધાન હોય છે. કર્મ વિના કઠોર પરિશ્રમ વિના સફળતા મળવી સંભવ નથી. શોર્ટકટથી મળેલી સફળતાની ઉંમર પણ ઓછી હોય છે. સ્થાયી સફળતા માત્ર મહેનતથી જ મેળવી શકાય છે. ગ્રંથોથી લઇને ગ્રેટ થિંકર્સ સુધી, બધાનો આ જ વિચાર છે કે, મહેનતનો કોઇ વિકલ્પ નથી. જો તમે સફળતા સાથે શાંતિ ઇચ્છો છો તો ખૂબ જ મહેનત કરવા તૈયાર રહો.
હેમલ જાજલ સર્જિત અભિનિત પ્રેરણાદાયી શોર્ટ ફિલ્મ MBA
આજનો યુવાન થોડીઘણી તકલીફ અથવા તો નિષ્ફળતાને કારણે હતાશામાં સરી પડે છે, ફરી પ્રયત્નો કરવાથી તે હામ ખોઈ બેસે છે, હેમલ જાજલ એ આવા નિરાશ યુવાનો માટે પ્રેણારૂપ બને તેવી એક શોર્ટ ફિલ્મ "MBA"(મેહનત, બુદ્ધિ અને આત્મવિશ્વાસ નું સ્વતંત્ર પણે સર્જીત કર્યું છે.દિગદર્શક અને લેખન નિલેશ બ્રહ્મભટ્ટ નું છે. માત્ર બે પાત્રો ની ફિલ્મ માં અતુલ લાખણી થતા હેમલ જાજલ એ પણ અભિનય કર્યો છે,આ ફિલ્મનું સંગીત કમલેશ વૈદ્ય, એડિટિંગ હરિઓમ મેહતા અને સિનેમેટોગ્રાફી નયન પટેલની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500