બારડોલી નજીક નાદીડા ગામની સીમમાં, નગરપાલિકાનો કચરો નાંખવાની ડમ્પિંગ સાઈડ આવેલી છે. જેમાં કામ કરતાં કર્મચારીઓએ છેલ્લા સાત દિવસથી દીપડા ફરતા હોય પગના નિશાન જોતાં કર્મચારીએ તેન સામાજિક વનીકરણ વિભાગની કચેરીએ જાણ કરતાં વન વિભાગની ટીમ અને એનીમલ વેલ્ફેરના સભ્યએ દીપડાના પગના પંજાનો સર્વે કરી બે પાંજરા ગોઠવી મારણ તરીકે મરઘી મૂકી હતી. તે દરમિયાન ગુરૂવારે પાંચ વર્ષનો કદાવર દીપડો પાંજરામાં મૂકેલ મરઘીનો શિકાર કરવા જતાં પુરાયો હતો. દિપડા સાથેનું પાંજરૂ વન વિભાગે કબજે લઈ દીપડાને ચીપ લગાવી રાત્રિના સમયે ગાઢ વનક્ષેત્રમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે. ડમ્પિંગ સાઈડ નજીકના અને મીંઢોળા નદીના સામે કિનારે રહેતા રહીશોએ હજુ દીપડી બચ્ચા સાથે ફરતી હોવાની વન વિભાગને રજૂઆત કરી હતી. જેને પગલે ડમ્પિંગ સાઈડ નજીક રાત્રિ વિઝનવાળા કેમેરા ગોઠવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application