Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા પોલીસે જાહેરનામા ભંગ ના ૧૪૪૩ કેસ કરી ૨૧.૨૧ લાખનો દંડ વસુલ કર્યો

  • August 30, 2020 

નર્મદા જિલ્લામાં માં કોરોના ના કેસ વધી રહયા છે જે જીલ્લા ની પ્રજા માટે ચિંતાજનક બાબત છે ત્યારે જાહેરનામા સહિત સરકાર ની ગાઈડલાઈન મુજબ માસ્ક,સોસીયલ ડિસ્ટનસ સહિત ના નિયમો લાગુ હોવા છતાં લોકો જાણે કોઈજ પરવાહ કર્યા વિના કાયદા નો ભંગ કરતા હોય એ સૌ માટે જોખમી પણ છે.

 

ત્યારે નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ની કડક સૂચના મુજબ જિલ્લા ના દરેક પો.સ્ટે.માં આ બાબતે કાયદાનો કડક અમલ થતા ગત માર્ચ મહિના થી અત્યારસુધી ના પાંચ મહિનાઓ માં પોલીસે જાહેરનામાં નો ભંગ કરનારા કુલ-૧૪૪૩ કેસ કરી ૨૭૨૫ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેમની પાસે થી રૂ.૨૧,૨૧,૧૦૦/- નો દંડ વસુલ કર્યો છે અને કુલ-૨૭૭૪ વાહનો પણ ડિટેઇન કર્યા હતા.  હાલ માં પણ જાહેરનામું લાગુ હોવા છતાં કાયદાનું પાલન ન કરી જાહેરનામા નો ભંગ કરતા લોકો વિરુદ્ધ હજુ પણ ગુનો દાખલ થઈ જ રહ્યો છે.

 

નર્મદા પોલીસ કાયદાના પાલન માટે કડક કાર્યવાહી કરી લાખોનો દંડ વસુલ કરે છે છતાં પોતાના અને અન્યો ના સ્વાસ્થ્ય બાબતે પણ હજુ લોકોમાં જાગૃતિ આવતી નથી તેમ જોવા મળી રહ્યું છે. જો આમજ લોકો લાપરવાહ બની કાયદાનો અમલ નહિ કરે તો આવનારા દિવસો માં કોરોના સંક્રમણ હજુ વધશે માટે સાવચેતી અને સલામતી રાખવી જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News