રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસેથી જ જારી રહ્યો છે.
તાપી જિલ્લામાં સોમવારે કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૨ કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. રવિવારે સોનગઢ પોલીસ સ્ટેશનનો ૧ કેદી અને વ્યારાના ડીકે પાર્ક એરિયામાં રહેતો ૧ પોલીસકર્મી તેમજ વ્યારાની નવી વસાહતમાં મુંબઈથી આવેલી ૧ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
જિલ્લામાં સોમવારે પણ બે સામે આવ્યા હતા. જેમાં વાલોડના અલગટ ગામે રજપૂત ફળીયામાં ૨૫ વર્ષીય મહિલા અને ભીમપોરના ઝગડીયા ફળીયામાં ૨૪ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૯૧૫ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૭૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૭ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૧૩૦ દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ ૧૨ કેસ એક્ટિવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500