બારડોલી અભયમ રેસ્કયું ટીમ કામરેજ પોલીસ સ્ટેશન પહોચી મહીલાનુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે, પીડિતા મહિલાને તેમના પતિ ખુબ જ ત્રાસ આપતા હતા. તેથી તેમના પતિ સાથે રહેવું નથી. જેઓ ને મદદની જરૂર હોવાથી સૂરત ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે. તારીખ ૦૮-૧૦-૨૦૨૪નાં રોજ રાત્રિના સમયે કામરેજ પોલીસ સ્ટેશન માંથી 181 અભયમ મહીલા હેલ્પલાઇનમાં ફોન કરી માહિતી આપેલ કે, એક મહિલા અહીં પોલીસ સ્ટેશન આવેલ છે. પીડિતા મહિલાને તેમના પતિ ખુબ જ શારીરિક અને માનસિક ત્રાસ આપે છે તેથી તેવો ઘરેથી એકલા નીકળી આવ્યા છે. પીડિતા મહીલાનું કાઉન્સેલિંગ કરવા માટે 181 મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે.
જેના પગલે 181ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચોધરી પ્રિયંકાબેન પાઇલોટ શેખ અકરમભાઈ તાત્કાલિક બારડોલીથી નીકળી ઘટના સ્થળ પર પીડિતા મહિલાની મદદ માટે દોડી ગયા હતા. જોકે પીડિતા મહિલાના કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેમણે પ્રેમ લગ્ન કરેલ છે અને તેમના પતિના આ બીજા લગ્ન છે. તેમના પતિના પહેલા લગ્નથી બે બાળકો છે. એ હાલ તેમની સાથે જ રહે છે. પીડિતા મહિલા તેમના પતિ અને બે બાળકો સાથે રાજી ખુશી રહેતા હતા. પરંતુ પીડિતા મહિલાના પતિ હજૂ પણ તેમની પહેલી પત્નિ સાથે ફોન પર વાતચીત કરતા હતા.
એ બાબતને લઈ પીડિતા મહિલાના તેમના પતિ સાથે અવારનવાર ઝઘડાઓ થતા હતા. તેમજ પીડિતા મહિલાના પતિ નોકરીમાં પૂરતું ધ્યાન આપતા નથી અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નથી તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુ પૂરું પાડતા નથી. પીડિત મહિલા પોતે બહાર જઈને કામ કરવાનું કહેતો તેમને ઘરની બહાર જવાની ના પાડે છે અને પીડિતા ના પતિ તેમની ઉપર ખોટી શંકાઓ રાખી વારંવાર ઝઘડો કરતા હતા. પીડિતાને તેમના પતિની પહેલી પત્નિના બાળકો પણ ખુબ જ માનસિક ત્રાસ આપતા હતા. જેથી પીડિતાના પતિએ તેમને મારપીટ કરેલ અને મારી નાંખવાની ધમકી આપેલ તેથી પીડિતા ગભરાઈ ગયા હતા તેથી તેમના પતિને જાણ નો થાય એ રીતે ઘરે થી એકલાં નીકળી આવ્યાં હતાં.
પીડિતાએ પ્રેમ લગ્ન કર્યા હતા તેથી પિયર પક્ષનાં સભ્યોએ તેમની સાથે તમામ સંબંધો તોડી નાખ્યાં હતા. તેથી હાલ પીડિતા તેમના સાસરી કે પિયરમાં રહેવાં જવાં માંગતા ના હતાં. આમ, 181 ટીમ દ્વારા પીડિતા અસરકારક કાઉન્સેલિંગ કરેલ ત્યારબાદ પીડિતા મહીલાને કાયદાકીય સલાહ, સૂચન, માર્ગદર્શન આપેલ હતી. પીડિતા મહિલાને હાલ આશ્રય તથા લાંબા ગાળાના કાઉન્સિલિંગની જરૂર હોય જેથી પીડિતા મહિલાને સુરત ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500