પલસાણાનાં દસ્તાનથી બગુમરા જતી નહેરમાં વહેલી સવારે એક જીપ નહેરની દિવાલ તોડી નહેરમાં પડી ગઈ હતી. જયારે જીપ નહેરમાં પડતા જીપમાં સવાર લોકો ઈજાગ્રસ્તોને હોસ્પીટલ ખસેડાયામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં દસ્તાન ગામથી બગુમરા તરફ જતી નહેરમાં વહેલી સવારે હલધરૂ ગામ તરફથી આવતી એક જીપ નંબર GJ/19/BE/3616 કડોદરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે શિવ સાગર સ્કૂલ પાસેથી પસાર થતી નહેરની દિવાલ તોડી જીપ નહેરમાં ખાબકી હતી. જોકે સદનસીબે નહેરમાં પાણી નહી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી અને ગાડીમાં સવાર ઈસમોને ઇજાઓ થતાં 108 મારફતે તમામને હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application