સૂર સરગમના મ્યુઝિક સ્કૂલના અધ્યક્ષ શ્રીમતી કલ્પનાબેન મહેતા દ્વારા કલ્પતરુ ઓરા રેસીડેન્સીના હોલમાં, ઘાટકોપર પશ્ચિમ ખાતે એક સુંદર હિન્દી ગીતોનું કરાઓકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્પનાબેન સંગીતના પ્રચાર અને પ્રસાર માટે અવિરત પ્રયાસ છેલ્લા ૧૩ વર્ષથી કરાઓકે સિંગિંગ કલાસેસ વડે કરી રહ્યા છે અને સાથો સાથ એમની સાથે જોડાયેલ ગાયકોને પણ પ્રેરતી કરી રહ્યા છે. સૂર, સંગીત, સરગમ, તાલની સ્વર યાત્રા કલ્પનાબેન માટે નવી નથી તેઓ દર વર્ષે અવનવા કાર્યક્રમ હાથ ધરતા રહેતા હોય છે.
આજનાં કાર્યક્રમનાં સંયોજક કવિતાબેન પારેખ રીટાબેન બગરિયા અને દિપ્તીબેન સંઘરાજકાનો કાર્યક્રમ સફળ કરવા ખૂબ મોટો ફાળો રહ્યો હતો અને એમની ઉપસ્થિતિમાં સફળ પ્રોગ્રામ હાથ ધરાયો હતો. કરાઓકે મ્યુઝિક સિસ્ટમ ઉપર ૩૬ ગાયકો દ્વારા અલગ-અલગ હિન્દી ગીતો ગાવવામાં આવ્યા હતા. જેનું શ્રવણ કરી ઉપસ્થિત શ્રોતા મંત્રમુગ્ધ થયા હતા. એક પ્રેરણા દાયક પ્રશંસનીય વિચાર કે બધા ગાયકોને એક મેડલ દ્વારા સન્માનિત કરવાં એવા વિચાર અને એના દાતા બીજલ બેન જગડ દ્વારા સર્વે ભાગ લેનારને મેડલ પ્રદાન કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમ પછી સ્વરૂચી ભોજનનો ગાયકોએ આનંદ લીધો હતો. આગામી કાર્યક્રમ સૂર સરગમનો જૂન મહિનામાં ફાઇન આર્ટસ સોસાયટી, ચેમ્બુરમાં આયોજન થવાનો છે એવું કલ્પનાબેન જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500