Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દહેગામ તાલુકામા ભારે વરસાદના સાથે વીજળી પડતા બે ભેંસ અને બે બળદના મોત

  • June 30, 2023 

ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી મહેર ઉતારી છે પરંતુ ભારે વરસાદના સાથે આકાશે ચમકતી રહેતી વીજળી ધરતી પર ઉતરતાં દહેગામમાં ચાર પશુના મોત નોંધાયા છે. જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારીના જણાવવા પ્રમાણે બુધવારની સાંજના સમયે વીજળી પડવાના બનાવો બનવાના પગલે હાલિસા અને સાણોદા ગામમાં એક-એક ભેંસના અને નાના જલુન્દ્રા ગામમાં બે બળદના મોત થયા હતાં. એક જ દિવસે થયેલા ચાર પશુના મોતને લઇને તંત્ર હરકતમાં આવ્યુ હતું અને પશુ ચિકિત્સા અધિકારી દ્વારા પોસ્ટમોર્ટમના રિપોર્ટ સાથે પશુપાલકોને નાણાંકિય સહાય ચૂકવવા માટેની દરખાસ્ત પણ જિલ્લા તંત્રને મોકલી આપવામાં આવી હતી.



જિલ્લા પશુપાલન અધિકારીના જણાવવા પ્રમાણે દહેગામ તાલુકાના હાલિસા ગામની સીમમાં સાંજના અરસામાં આકાશી વીજળી ખાબકવાના પગલે રાકેશભાઇ લખાજી ચૌહાણની ભેંસનું મોત થયુ હતું. જ્યારે તેના પહેલા સાણોદા ગામમાં વીજળી પડવાના પગલે રઇજીજી મણાજી ઠાકોરની ભેંસનું મોત થયુ હતું. અન્ય એક બનાવમાં દહેગામના જ નાના જલુન્દ્રા ગામની સીમમાં વીજળી પડવાના પગલે સોમાજી રતાજી ઠાકોરના બે બળદના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application