ભારત સરકાર દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ તાજમહેલ છેલ્લા પાંચ વર્ષોમાં ટિકિટ વેચાણ દ્વારા ASI-સંરક્ષિત સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્મારક રહ્યુ છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને ગુરુવારે રાજ્યસભામાં પૂછવામાં આવ્યું હતું કે, 'ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ છેલ્લા પાંચ વર્ષોમાં વિવિધ સ્મારકોમાં પ્રવેશ ટિકિટના વેચાણમાંથી કેટલી રકમ મેળવી છે. વર્ષ પ્રમાણે અને સ્મારકવાર માહિતી આપવી અને છેલ્લા પાંચ વર્ષમાં કયા સ્મારકોએ પ્રવેશ ટિકિટના વેચાણ દ્વારા સૌથી વધુ આવક મેળવી છે?' આ પ્રશ્નનો તેમણે લેખિતમાં જવાબ આપ્યો હતો.
મંત્રીએ આ પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી શેર કરી હતી, જેમાં નાણાકીય વર્ષ 19-20 થી નાણાકીય વર્ષ 23-24 સુધીના ચક્ર માટે કોષ્ટક સ્વરૂપમાં ડેટા શેર કર્યો હતા. માહિતી પ્રમાણે પાંચ વર્ષમાં તાજમહેલે ટોચનું સ્થાન મેળવ્યું છે. મુઘલ સ્થાપત્યની આ અજાયબી 17મી સદીમાં સમ્રાટ શાહજહાં દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને તેને વિશ્વની સૌથી સુંદર ઇમારતોમાંની એક માનવામાં આવે છે. નાણાકીય વર્ષ 2019-20માં આગ્રા કિલ્લો બીજા ક્રમ પર તો દિલ્હીનો કુતુબ મિનાર ત્રીજા ક્રમે રહ્યો હતો. નાણાકીય વર્ષ 20-21માં તમિલનાડુના સ્મારકોના જૂથ મમલ્લાપુરમ અને સૂર્ય મંદિર (કોણાર્ક) બીજા અને ત્રીજા ક્રમે હતા. નાણાકીય વર્ષ 23-24માં દિલ્હીનો કુતુબ મિનાર અને લાલ કિલ્લો બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application