Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતાં યુવતીને ખોટું લાગી આવતાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • February 22, 2023 

ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં રહેતી યુવતીનાં માતા પિતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે ખોટું લાગી આવતા યુવતીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. જોકે યુવતીને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડામાં પણ આવી જ એક ઘટના બનવા પામી છે. કોલવડામાં રહેતા પરિવારની 19 વર્ષ યુવતીનું સગપણ નક્કી કરવાનું હોવાથી માતા-પિતા દ્વારા તેને ઘરકામ બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો અને તેણીને હવેથી ઘરકામમાં વધુ ધ્યાન આપવા કહેવાયું હતું.







જોકે માતા-પિતા પાસેથી મળેલા ઠપકાને આ યુવતીએ ગંભીરતાથી લઈ લીધો હતો અને ગઈકાલે તેના પિતા બહાર કામ અર્થે ગયા હતા. તે દરમિયાન રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આ યુવતીએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. યુવતીને બોલાવવા જતા માતા તેના રૂમમાં પહોંચી હતી અને તે સમયે પંખે લટકતાં જોઈને બૂમાબૂમ કરી દીધી હતી. જેથી આસપાસનાં લોકો પણ દોડી આવ્યા હતા અને આ યુવતીને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. બીજી બાજુ આ ઘટના અંગે પેથાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application