Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાંધકામ સાઇટ પાસે મુકવામાં આવેલ રૂપિયા 1.80 લાખનાં પતરાની ચોરી, અજાણ્યા ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ

  • August 04, 2023 

ગાંધીનગરનાં ઝુંડાલ ગામમાં આવેલી બાંધકામ સાઇટ પાસે મુકવામાં આવેલા 250 નંગ પતરાની ચોરી થઇ છે જોકે કુલ રૂપિયા 1.80 લાખનાં પતરાં ચોરાતા માલિકે અડાલજ પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ થલતેજ ખાતે રહેતા સંજય વિજયભાઇ પટેલે ફરિયાદ કરી હતી કે, ઝુંડાલમાં ફ્લેટની સ્કિમ માટે જગ્યાની ફરતે 350 પતરાની દિવાલ ઉભી કરવામાં આવી હતી. પરંતુ વાવાઝોડાનાં સમયમાં પતરાં પડી જવાને કારણે તે ખુલ્લા પ્લોટમાં મુકવામાં આવ્યા હતા.



જોકે બે દિવસ પહેલા આ પતરાં ખુલ્લા પ્લોટમાં જોવા મળ્યા હતા પણ મંગળવારે સાઇટ ઉપર આ પતરા જોવા મળ્યા ન હતા. જેના પગલે માલિકે આ બાબતે મજુર તથા અન્ય કોન્ટ્રાક્ટરને પુછપરછ કરી હતી પરંતુ તેમને આ બાબતે ખ્યાલ નહીં હોવાથી 250 નંગ પતરાં જેની કિંમત રૂપિયા 1.80 લાખની કિંમતના ચોરાયા હોવા અંગે અડાલજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી આ પતરા ચોરને પકડવા માટે આસપાસનાં વિસ્તારનાં CCTV ચકાસવાનું શરૂ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application