Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : રીક્ષા પલટી જતાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત

  • January 23, 2023 

ગાંધીનગર શહેર નજીક આવેલા ઝુંડાલ પાસે સાંજનાં સમયે રીક્ષા લઈને પસાર થઈ રહેલા વલાદ ગામના યુવાનની રીક્ષા પલટી ખાઈ જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, વલાદ ગામ ખાતે રહેતો અને મૂળ રાજસ્થાનનો યુવાન રાજુ નારાયણજી પવાર કેટરીંગનો વ્યવસાય કરતો હતો ગઈકાલે સાંજના સમયે તે તેની રિક્ષા લઈને ઝુંડાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો.



તે સમયે તેની રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને રાજુના શરીરે ગંભીર જાઓ પહોંચી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન રાજુનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે તેના કાકાની ફરિયાદનાં આધારે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application