ગાંધીનગર શહેરમાં ચિલોડા પોલીસ સાથે લક્ઝરી બસમાં તપાસ કરતી હતી ત્યારે અમદાવાદનાં યુવક પાસેથી પિસ્તોલ અને કારતુસ મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે આ યુવક તેમજ હથિયાર આપનાર અને મંગાવનાર સહિત ત્રણ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સવારનાં સમયે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદ ઝોનના જવાનો બાતમીને પગલે ચંદ્રાલા પાસે લક્ઝરી બસની રાહ જોઇને ઉભા હતા જેમા વકિલખાન સકિલખાન પઠાણ નામનો શખ્સ એમડી ડ્રગ્સનો જથ્થો લઇને આવતો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીને પગલે આ કક્ઝરી બસને ઉભી રાખી તપાસ કરવામાં આવી હતી અને તેમાં મુસાફેર વકિલખાન સકિલખાન પઠાણ (રહે.મદનીનગર, રામોલ, અમદાવાદ)નાઓ મળી આવ્યો હતો. જેની પાસેથી એક પિસ્તોલ અને કારતુસ મળ્યું હતું. જે સંદર્ભે પુછતા તેના જીજાજી જીસાન મજીદભાઇ મેમણ અમદાવાદમાં ફાયરીંગના ગુનામાં ફરાર છે અને તેમણે હથિયાર લેવા માટે રાજસ્થાન મોકલ્યો હતો જ્યાં એક વ્યક્તિ હથિયાર આપ્યું હતું જે લઇને તે અમદાવાદ જઇ રહ્યો હતો. બનાવ અંગે પોલીસે આ ત્રણેય વ્યક્તિ વિરૃધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application