ગાંધીનગરનાં ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર રાજસ્થાનથી અમદાવાદ જતી બસમાંથી પોલીસે પ્લાયવુડ પાર્સલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જયારે બીજી બાજુ પેથાપુર પોલીસે રાંધેજામાં દરોડા પાડીને બુટલેગરના ઘરમાંથી દારૂ અને બિયરના ટીન કબજે કર્યા હતા. મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક લક્ઝરી બસને ઊભી રાખી હતી. જેની ડીકીમાં તપાસ કરતા 25 જેટલા પાર્સલ શંકાસ્પદ જણાયા હતા. જે અંગે પૂછતા રાજસ્થાનના નાથદ્વારા પાસે રમેશ મેઘવાલ નામના શખ્સે આ પાર્સલ આપ્યા હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતા પ્લાયવુડની અંદર વિદેશી દારૂની 132 જેટલી બોટલ મળી આવી હતી.
જોકે 95 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી રમેશ મેઘવાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જયારે બીજી બાજુ પેથાપુર પોલીસે તાજેતરમાં એક દારૂનો ગુનો દાખલ કર્યો હતો જેમાં બહાર આવ્યું હતું કે, રાંધેજા ગામે ઈંટોના ભઠ્ઠા પાછળ રહેતા રણજીત જગતજી સોલંકી દ્વારા તેના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવે છે. જે બાતમીના પગલે પોલીસ દરોડો પાડતા તેના ઘરમાંથી વિદેશી દારૂની નાની મોટી 83 જેટલી બોટલ મળી આવી હતી જ્યારે 24 બીયરના ટીન પણ કબ્જે કરવામાં આવ્યા હતા. બનાવ અંગે રણજીતજી સોલંકી સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application