ગાંધીનગરનાં ધોળાકૂવા ગામમાં રહેતા પરિવાર ઉપર 3 લોકોએ હુમલો કરી દીધો હતો. જોકે આ હુમલાખોરોએ આવીને બે દિવસ પહેલા, ‘કેમ મારા પિતાને ગાળો બોલી હતી, તેમ કહી ઉશ્કેરાઇ જતાં મારામારી કરી હતી. જેમા પરિવારનાં એક સભ્યને માથામાં અને નાક ઉપર ઇજાઓ થતા ટાંકા લેવા પડ્યા હતા. જેથી પરિવારની મહિલાએ 3 લોકો સામે પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ, લીલાબેન શનાજી ઠાકોર (રહે.ધોળાકુવા, પગીવાસ) છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ત્યારે બપોરનાં સમયે તેના ઘરનાં સભ્યો સાથે મહિલા બેઠી હતી.
તે દરમિયાન આશરે 3 વાગ્યાનાં અરસામા શંકરપુરાવાસમા રહેતો અમીત વિષ્ણુજી ઠાકોર ઘરે આવ્યો હતો અને મહિલાનાં પતિને કહેવા લાગ્યો હતો કે, બે દિવસ પહેલા, ‘કેમ મારા પિતાને ગાળો બોલી હતી. તેમ કહીને મોટા અવાજે બૂમરાણ મચાવી હતી. જયારે મહિલાનાં પતિએ સામે જવાબ આપતા કહ્યુ હતુ કે, તારા પિતાને કોઇ ગાળો બોલવામા આવી નથી. જેથી ઉશ્કેરાઇ ગયો હતો અને તેના હાથમા રહેલો ધોકો મહિલાનાં પતિના માથામાં ફટકારી દીધો હતો. માથામાં ધોકો વાગતા પતિ નીચે પડી ગયો હતો. ત્યારે નાક ઉપર અને મોઢા ઉપર મારવામા આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500