Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન ચાલકે બે યુવાનોને અડફેટે લેતાં એકનું મોત, એક સારવાર હેઠળ

  • October 04, 2022 

ગાંધીનગર શહેર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા કસ્તુરી નગર પાસે બે યુવાનોને અડફેટે લઈ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે બંને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.




બનાવની વિગત એવી છે કે, અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા કસ્તુરી નગર પાસે બે યુવાનોને અડફેટે લઈ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું. કલોલમાં આવેલી સત્યમ નગરની ચાલીમાં રહેતો અનિલ પંકજભાઈ શાહ અને અમદાવાદ નિકોલ ખાતે રહેતો પાર્થ દીપકભાઈ ગજ્જર શેરથા કસ્તુરી નગર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે આ બંને યુવાનોને અડફેટે લીધા હતા.




જોકે આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અનિલનું મોત થયું હતું જ્યારે પાર્થની સારવાર ચાલી રહી છે. ઘટના અંગે પોલીસે મૃતક ભાઈની ફરિયાદનાં આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application