ગાંધીનગરનાં ભાટ ટોલનાકા પાસે ચૂલા ચિકન રેસ્ટોરાંની આડમાં નશીલા પ્રદાર્થનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું તેમજ એટીએસ દ્વારા બાતમીના આધારે રેડ કરીને 294 ગ્રામ કેનાબીજ (ગાંજા) સાથે બે લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રેડ કરી ત્યારે એમઝોનનાં બોક્સમાંથી કેટલોક સામાન મળી આવ્યો હતો, જેને પગલે પોલીસને શંકા છે કે, આરોપીઓ ઓનલાઈન નશીલો પ્રદાર્થ મગાવીને તેની ડિલિવરી કરતા હતા. જોકે આ સમગ્રે મુદ્દે એટીએસ દ્વારા ત્રણ શખ્સો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતા.
જ્યારે ભાટ ટોલનાકાની બાજુમાં ચૂલા ચિકન રેસ્ટોરન્ટમાં એટીએસ પહોંચી ત્યારે શેડમાંથી જયકીશન ઉર્ફે જય ઠાકોર તથા અંકીત કુલહરીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અનબ્લીચ પેપર, જિપ લોકવાળી થેલીઓમાં માદક પ્રદાર્થનાં લાડુ મળી આવ્યા હતા. માદક પ્રદાર્થમાંથી કેનાબીજની હાજરી મળી આવતા એટીએસએ 41 હજારનો માદક પ્રદાર્થ, 25 હજારનાં બે ફોન અને રોકડા રૂપિયા 92,610 મળી કુલ રૂપિયા 1.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500